Saturday, May 18, 2013


3 idiots મુવી નો એક ડાઈલોગ યાદ આવી ગયો.......
आज human psychology के बारे में कुछ जाना, अगर दोस्त फेल हो जाता हे तो बुरा लगता हे.....मगर दोस्त फर्स्ट आजाये तो और भी बुरा लगता हे.......”

હંમેશા એવું કેમ બનતું આવ્યું છે કે કોઈ ખ્યાતનામ વ્યક્તિ ના ખરાબ પાસા સાંભળી ને હૃદય ના કોઈક ખૂણે શેતાની આનંદ થાય......?????

કેમ એવું બને છે કે ગરીબ ને જોઈ ને દયા આવે?????અમીર વ્યક્તિ ને જોઇને હંમેશા એવો જ સવાલ પેહલા કેમ થાય કે એને કરચોરી કરી હશે????[અમીરો હમેશા નાલાયક જ નથી હોતા,સારા પણ હોય છે]

મંદિરો / મજઝીદ / ગિરજાઘરો / કોઈ પણ ધર્મ સ્થાનક માં થતા ગોટાળા ને જ સમાચાર બનાવાય છે?????

સમસ્યા ની મૂળ માં જવાનો પ્રયત્ન જ કેમ નથી કરતા આપણે લોકો????

મંદિર માં ભ્રષ્ટાચાર થાય કે દેશ ની સરકાર ભ્રષ્ટાચાર કરે...... આપણે statement આપી દઈએ છે કે મંદિરો ના હોવા જોઈએ......ભાજપ વાળા કેહ્શે કે કોંગ્રેસ ના હોવી જોઈએ અને કોંગ્રેસ વાળા કેહ્શે કે ભાજપ ના હોવું જોઈએ......વગેરે વગેરે.....

મૂળ સમસ્યા માણસ ની પ્રકૃતિ ની છે ....એવું મને લાગે છે.....તમારો સુ વિચાર છે.......???

Chartered Accountancy નું ભણતા ભણતા article ship ના શરૂઆત માં મને લાગ્યું કે કરચોરી ને પ્રોત્સાહન આપવા માં C.A. નો જ સૌથી મોટો ફાળો છે.........હું ખોટો હતો......C.A. નો કોઈ જ હાથ નથી હોતો......એ તો એ વ્યક્તિ છે જે CA બની છે અને કરચોરી કે પછી કોઈ પણ નાણાકીય ગોટાળા ને પ્રોત્સાહન આપે છે.......

માણસ ના વિચારો માં બગાડ હોય અને એવો નાલાયક દેવસ્થાન માં હોય કે પછી સરકાર માં હોય કે ગરીબ હોય કે અમીર ........ એ ખોટા જ કામ કરવાનો...... હવે એમાં ના ઈશ્વર નો વાંક છે ના કોઈ ડીગ્રી કે ના કોઈ સંસ્થા નો વાંક છે...... શું હું ખોટો હોઉં તો મને કોહ????

કદાચ વિષયાંતર લાગે પણ એક પ્રસંગ કેહવાનું મન થયું છે જે આમ તો આપણા વિષય ને સંલગ્ન જ છે......”વાત છે જયારે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા ( i.e. United states of America) માં અબ્રાહમ લિંકન પ્રમુખ બન્યા પછી એમને અલગ અલગ હોદ્દેદારો ની નિમણુક કરવાની હતી........એક જગ્યા માટે તેમણે વિરોધ પક્ષ ના એક વ્યક્તિ ને પસંદ કાર્ય......લિંકન સાહેબ ના સલાહકારે કહ્યું કે, આ વ્યક્તિ ચુંટણી માં તમારા વિરુધ બહુ બોલેલો અને એ વિરોધ પક્ષ નો છે તો તમે એને આ હોદ્દો ના આપો તો સારું.....

લિંકનભાઈ ઉવાચ્યા કે , “ એક વાર માટે ભૂલી જાઓ કે એ વિરોધ પક્ષ નો છે અને પછી નિર્ણય લોં કે આ હોદ્દા માટે એનાથી સારો candidate તમારા ધ્યાન માં છે કોઈ?????”

પેલા સલાહકાર બોલ્યા , “ ના એના થી કાબેલ હાલ માં બીજો કોઈ જ નથી......”

એટલે પછી લિંકન ભાઈ બોલ્યા કે , “ બસ તો પછી થઇ ગયો નિર્ણય કે એ જ વ્યક્તિ હોદ્દો સંભાળશે, આપણે આપણા પક્ષ ના હોદ્દેદારો નથી પસંદ કરી રહ્યા આપણે આપણા દેશ ની સેવા કરવા માટે ના સેવકો પસંદ કરી રહ્યા છે જેથી સારામાં સારી રીતે અમેરિકા પ્રગતિ કરે...... ”
વાત અહી પતે છે.........

કેટલાક સવાલો મારા મન માં હમેશા ઉઠતા હોય છે?????

૧. દુનિયા નું સૌથી કાબેલ અને latest technology વાળું એની શ્રેણી નું ફાઈટર વિમાન ભારત નું “તેજસ” છે.....એ બાબત ના breaking news સમાચાર માં કેમ નથી આવતા????

૨. સમાચારો માં હતોત્સાહ કરે એવાજ “સમાચારો જ” કેમ આવતા હોય છે??? શું દેશ માં સારી વાતો થતી જ નથી.....

૩. શું દેશ માં બધાજ મંદિરો ગરબડ કરે છે????

૪.શું દેશ ના દરેક રાજકારણી ભ્રષ્ટાચારી છે????

આવા તો અગણિત સવાલો છે જેના જવાબો “ના” જ છે.......

જેટલા દાખલા નાલાયકો ની ટોળકી ના છે એની સામે સારા માણસો ની જમાત પણ છે......

સવાલ મંદિરો/મજઝીદ ની જાહોજલાલી નો નથી....સવાલ છે એમાં જે વ્યક્તિ ઓ છે એ કેવા છે????? એ જો સારા હશે તો જે તે સંસ્થા ની શાખ સારી જ રેહવાની છે.......

[એક વાર જમશેદજી ભાઈ તાતા ને મુંબઈ ની આલીશાન હોટેલ માં આવતા રોક્યા કેમ કે એમને ભારતીય પોશાક પેહર્યો હતો, આની સામે એ વખત ની દુનિયા માં સૌથી સારી હોટેલ નું નિર્માણ એ સિંહ પુરુષે કરાવ્યું કે જેને આપણે તાજ હોટેલ ના નામ થી ઓળખીએ છે......મુંબઈ ની કિનારે એક મોતી.........આ એક પ્રસંગ ગઈ કાલ નો અને હવે એક પ્રસંગ આજકાલ નો........એપ્રિલ અંત ના ભાર તડકા માં અમારા શેહર ની મહાવિદ્યાલય (University) ના કાયદા ના વિદ્યાર્થી ઓ સુટ અને ટાઈ પેહરી ને કોલેજ આવતા મેં જોયા અને જરા પૂછ્યું તો જાણવા મળ્યું કે અમુક દિવસો માં એ ફરજીયાત છે.....(આ દિવસો એપ્રિલ-મેં ના હોવા જરૂરી છે????) ડીસીપ્લીન નું પૂછડું જો કોઈ પકડે આ બાબત માં તો વ્યક્તિગત(email id: khichadi25@gmail.com) વાત કરી લેવી કારણકે એનો જવાબ લખી શકાય એટલી જગ્યા મારી પાસે નથી]

વાત કાઈ પણ હોય સવાલ તો એક જ આવી ઉભો રહશે......
માણસ મૂળભૂત રીતે કેવો છે???? એના વિચારો સ્વસ્થ હશે તો ફરિયાદીઓ ના દરેક સવાલ ના જવાબ મળી જશે..........................        

No comments:

Post a Comment